Skip to main content
સામગ્રી:
- ફુદીનો 1 મુઠ્ઠી
- પાલક 4 મોટા પત્તા
- કોથમીર 1 મુઠ્ઠી ડાળખી સાથે
- દૂધી 5 ઇંચ નો કટકો (આશરે અડધો વેત) છાલ વગર
- કાકડી (દૂધી જેટલી જ)
- લીંબુ 1 મોટું
- જલજીરા / ચાટ મસાલો
- સંચર
- ગોળ
રીત:
- ફુદીનો, પાલક, કોથમીર, દૂધી, કાકડી, લીંબુ નો રસ, ગોળ નાખી, એક ગ્લાસ પાણી નાખી મિકસર મા ક્રશ કરી નાખવું. કપડાં અથવા ગરણા વડે ગાળી લેવું. વધેલા કૂચ ને ફરી વાર એક ગ્લાસ પાણી નાખી ક્રશ કરવું. ફરી વાર દબાવી દબાવી ને બધો જ રસ કાઢી લેવો.
- એમાં સ્વાદાનુસાર સંચર અને ચાટ મસાલો નાખી બને ત્યાં સુધી 4 કલાક મા પી લેવું.