સામગ્રી:
1 કુર્યું (આશરે 250 ગ્રામ) લીલી મેથી દિટેલી
10 કડી લસણ જીણું સમારેલું
1 મોટું ટમેટું જીણું સમારેલું
તેલ પાણી અને મસાલા
રીત:
એક કુકર મા બે ચમચા જેટલું તેલ મૂકી એમા જીરું અને લસણ સાંતળવું. ત્યારબાદ એમાં લાલ મરચા નો પાવડર નાખી ને મિક્સ કરવું અને તરત ટામેટા નાખી દેવા. લાલ મરચું બળી ના જાઈ એનું ધ્યાન રાખવું. ટામેટા ઓગળવા માંડે એટલે તરત પલાળેલી મેથી નાખી ને મિક્સ કરવું. મેથી સંકોચાઈ જાઈ એટલે એમાં 2 ગ્લાસ અથવા તમને યોગ્ય લાગે રસા માટે એટલું પાણી નાખવું. પાણી નાખ્યા બાદ સ્વાદાનુસાર મીઠું નાખી કુકર બંધ કરી દેવું અને સિટી કાઢી નાખવી. આશરે 3 મિનિટ બાદ કુકર ખોલી ને ચેક કરવું. મેથી પાકી ગઈ હોય તો એમા એક ચમચી ચણા નો લોટ નાખવો. ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી ને 2 મિનિટ ઉકાળવું. ખીચડી સાથે ખાવા માટે રસો પાતળો અને વધુ રાખવો. રોટલા ભાખરી સાથે ખાવા માટે રસો ઘાટો અને ઓછો રાખવો. શેકેલા લાલ મરચા, લીલી ડુંગળી અને લીંબુ સાથે પીરસવું.