લીલી તુવેર નું શાક

Lili Tuver nu shaak | Pigeon peas

સામગ્રી:


એક વાટકો લીલી તુવેર ના દાણા
તેલ
જીરું
હિંગ
મીઠું
1 વાટકી લીલી લસણ (પત્તી સાથે)
6 કડી સૂકું લસણ
1 વાટકી કોથમીર
1-2 તીખા મરચા
0.5 વાટકી ટોપરા નું છીણ
2-3 લીલી ડુંગળી (પત્તા સાથે)

રીત:


એક પેન મા તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગ સાંતળવા, ત્યારબાદ તેમાં લીલું તથા સૂકું લસણ અને મરચા નાખી થોડું સાતળવું. હવે એમાં કોથમીર અને ટોપરા નું છીણ નાખી 1-૨ મિનિટ માટે સાતળવું.

એક મિક્સર જાર મા આ મિશ્રણ લઈ તેમાં થોડું પાણી અને મીઠું નાખી ને પેસ્ટ બનાવી દેવી.

એક કુકર મા થોડું તેલ મૂકી, તેમાં થોડું લીલું લસણ, લીલી ડુંગડી, હળદર નાખી તુવેર ના લીલવા ને સાતળવા. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી એને મિક્સ કરવું. શાક ડૂબે તેટલું પાણી નાખવું. સ્વાદાનુસાર મીઠું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલું મરચું નાખી સરખી મિક્સ કરવું. ઓછા મા ઓછી 6 સીટી મારવી. 6 સીટી બાદ ચેક કરવું કે દાણા પાણી ગયા છે કે નઈ. ના પક્ય હોય તો ફરી 2 સીટી મારી દેવી.

ગરમ ગરમ રોટલા, લસણ ની લાલ ચટણી અને છાશ સાથે પીરસવું.